
મોરબી : મોરબી એલસીબીએ મોરબી તાલુકાના જેપુર ગામે ગત મે મહિનામા પાંચ મકાનમાં થયેલી ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી નાખી આ મકાનમાં ચોરી કરનાર તસ્કરોમાંથી એક આરોપીને દબોચી લઈ વધુ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ચરી છે.
મોરબીના જેપુર ગામે ગત તારીખ 20 મેના રોજ કુવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયાના મકાન સહિત પાંચ મકાનોમાં તસ્કર ગેંગે ખાતર પાડ્યું હતું.તસ્કરો પાંચેય મકાનમાંથી રોકડ અને દાગીના ઉઠાવી ગયા હતા.આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ચોરીને અંજામ આપનાર આરોપીઓ પૈકી રેમસીંગ નામનો એક આરોપી હાલ ટંકારા તાલુકાના ટોળ ગામની સીમમાં આવેલી રીયાસત અબ્દુલભાઈ બાદીની વાડીમાં હોવાની માહિતી મળતા એલસીબી ટીમે ત્યાં દોડી જઈને આરોપી રેમસીંગ સોરેસીંગ સીંગાડ (ઉં.વ. 22, રહે. હાલ ટોળ ગામની સીમ, મૂળ ગામ કાકડવા, તા. કુક્ષી, જિ. ધાર- મધ્યપ્રદેશ) ને દોઢ લાખ સાથે ઝડપી લઈ તેની પૂછપરછ કરતા વધુ આરોપીઓના નામો ખુલ્યા હતા. જેમાં અન્ય આરોપીઓ ધનીયા બનુ અલાવા, રાકેશ પીરભ અલાવા, દિપક ઉર્ફે દીપા રમેશ સેંગર, ચોરીનો મુદ્દામાલ ખરીદનાર આરોપી ગોરા ઉર્ફે ગૌરવ જૈનને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
