
મોરબી : મૂળ ભીમગુડા ગામના વતની અને હાલમાં વાંકાનેરના નવા ઢુંવા ગામે રહેતા જીતુબેન અશોકભાઈ સારલા ઉ.45 નામના મહિલાએ ભીમગુડા ગામના અને હાલમાં નવા ઢુંવા ગામે રહેતા આરોપી વિક્રમસિંહ અજીતસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી વિક્રમસિંહે તા.18ના રોજ રાત્રીના સમયે જીજે- 36 – ટી – 5492 નંબરની બોલેરો ગાડી લઈને આવી તેમના મકાનના ડેલા સાથે રિવર્સમાં ગાડી લઈને અથડાવવાની સાથે બાઇકમાં નુકશાન કરી તેમના પુત્ર વિજયને છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.