




મોરબી : માળીયા મી.નગરપાલિકા વિસ્તાર નવા જુના હજીયાસર, બેગવાંઢ, ચખોડીયાર વાંઢ, ભોળીયાર વાંઢ,સહિતના વાંઢ વિસ્તારોમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કિશોરી, સર્ગભા, ધાત્રી માતા બાળકોને આંગણવાડીમાંથી મળતા ટી.એચ આર.ના પેકેટમાંથી બનતી વાનગીઓ અને તેમાંથી મળતા પોષણથી માહિતગાર કરવામાં આવ્યા હતા.તેમજ આંગણવાડીની વિવિધ સેવાઓ સમજ આપી હતી.આ પોષણ માહની ઉજવણીમાં સ્થાનિક આશાવર્કર બહેનો અને સ્થાનિક બહેનોનો સાથ સહકાર મળ્યો હતો.