
લાંબા સમય બાદ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં આશા સર્જાઇ હતી તે હાલ ફળીભુત થાય તેવી શકયતા નહીંવત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવમાં થયેલા ઘટાડા અને એક તબકકે ભારતના ઉપયોગ માટે બ્રેન્ટ ક્રુડ 70 ડોલરથી પણ નીચી સપાટીએ ચાલ્યુ જતા દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે તેવા સંકેત મળ્યા હતા. જોકે ઓઇલ કંપનીઓ અગાઉથી સાવચેતીભર્યુ વલણ અપનાવી રહી હતી અને એક વખત ભાવ સ્થિર થયા બાદ ઘરઆંગણે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવા નિર્ણય લેવાશે તેવો સંકેત આપી દીધો હતો પરંતુ ફરી એક વખત ક્રુડતેલના ભાવમાં વધારો થયો છે. બ્રેન્ટક્રુડતેલ જે એક તબકકે 70 ડોલરથી નીચે આવી ગયું હતું અને ત્રણ વર્ષમાં તે સૌથી નીચી સપાટીએ ટ્રેડ થતું હતું. તે ફરી એક વખત વધવા લાગ્યું છે.