
મોરબી : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ચંદ્રપુર નજીક રસ્તો ઓળંગી રહેલા રાતીદેવરી ગામના ધારાભાઈ લવજીભાઈ વિકાણી ઉ.45 નામના આધેડને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ થતા સારવાર માટે રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પુત્ર રોહિતભાઈ ધારાભાઈ વિકાણીએ અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.