





મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એસપી કચેરી ખાતે.આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો તેમજ જુદાજુદા તાલુકા અને શહેરી વિસ્તારમાંથી કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા અને ત્યાં જઈને મોરબી જિલ્લાના ઇન્ચાર્જ એસપી પી.એ. ઝાલાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરનારા ભાજપના આગેવાન તનવીરસિંહ દ્વારા રાહુલ ગાંધીને તેના દાદી જેવા હાલ થશે તેવી ગર્ભિત ધમકી આપવામાં આવી છે, સંજય ગાયકવાડ ધારાસભ્ય મહારાષ્ટ્રના જે ભાજપની
સહયોગી સંસ્થા છે તેના દ્વારા રાહુલ ગાંધીની જીભ કાપે તેને 11 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ રેલવે રાજ્ય મંત્રી નવનીત બીટ્ટુ એ “દેશના નંબર વન આતંકવાદી” તરીકે રાહુલ ગાંધીની ટિપ્પણી કરી છે તથા રઘુરાજસિંહ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધી ને “ભારતના નંબર વન આતંકવાદી” તરીકે ટિપ્પણી કરવામાં આવે છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોરબી જિલ્લાનાઇન્ચાર્જ એસપી પી.એ. ઝાલાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરનારાઓની સામે એફઆઇઆર દાખલ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.