
વૃદ્ધે રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી
ટંકારા : ટંકારા નજીક રીક્ષા ચાલક ગેંગ તરખાટ મચાવી વૃદ્ધને શિકાર બનાવીને તેમની નજર ચૂકવી તેમના ખિસ્સામાથી રૂ.50 હજાર સેરવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી છે.
ટંકારા તાલુકાના મેધપર ઝાલા ગામે રહેતા વાલજીભાઇ દેવશીભાઇ બાર (ઉવ.૬૫),એ આજાણી રીક્ષાનો ચાલક તથા તેમાં બેઠેલ બે ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૯/૦૭/૨૦૨૪ બપોરના બેએક વાગ્યાના અરસામાં ટંકારાના ખીજડીયા ગામ અવેડા પાસે રોડ ઉપર આરોપી આજાણી રીક્ષાના ચાલક તથા રીક્ષાની પાછળની સીટ ઉપર બેઠેલ બે ઇસમોના હવાલા વાળી રીક્ષામાં ફરીયાદી તથા તેમના પત્ની જોસનાબેન તથા સાહેદ રાણુબેન બેઠા હતા.તે દરમ્યાંન ફરીયાદીની નજર ચુકવી રીક્ષાની પાછળની સીટે ફરિયાદીની જમણી બાજુ બેઠેલ ઇસમએ ફરિયાદીની કોટીના જમણી બાજુના ખિસ્સામાં રાખેલ પૈસા પૈકી રૂા.50 હજારનુ એક બંડલ સેરવી લઇ ચોરી કરી લઇ જઇ ચોરી કરી લીધી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.