
મોરબી તાલુકા પોલીસે ઘુંટુ ગામની સીમમાં અંબાણી પેપરમિલ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી સંજય અવચરભાઈ ઝંઝવાડિયા અને સિકંદર અમૃતભાઈ કટિયાને રોકડા રૂપિયા 550 સાથે ઝડપી લીધા હતા. તેમજ ટીંબડી ગામની સીમમાં ઓસીસ સિરામિક કારખાના પાછળ તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી વિશ્વાસ કાનજી પાટડીયા અને જગદીશ ધીરુભાઈ રેણુકાને રોકડા રૂપિયા 610 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.