
મોરબી : વાંકાનેર ઢુવા જેટ સીરામીક કારખાનામાં લેબર કોલોની રહેતા મુળ ગામ પુતીમારી પોસ્ટ બૈરાતી જી.કોચ બિહાર પશ્ચિમ બંગાળ રાજયના વતની બિશ્વજીત સુધીરચંદ્ર ઘોષ ઉવ.૨૫ નામના યુવાને તા.૨૦/૦૯ના રોજ માટેલ રોડ બ્રાવેટ સીરામીક કારખાનામાં લેબર કોલોની પાસે ટ્રેનમાં પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસની તપાસમાં મૃતક બિશ્વજીત સુધીરચંદ્રની આર્થિક પરીસ્થિતી નબળી હોઇ અને તેને શ્વાસ લેવામાં તકલીફ હોઇ તથા પગમાં અપંગતા હોઇ વધુ કામ કરી શકતો ન હોઇ અને તેના વતનમાં પૈસા મોકલાવવાના હોઇ જેથી તે માનસિક ટેન્શનમાં રહેતો હોઇ કંટાળી જઇ રેલ્વે ટ્રેનમાં પડતુ મુકી આપઘાત કરી લીધો હોવાનું બહાર આવતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.