
મોરબી : માળીયા મિયાણા શહેરના વાગડીયા ઝાપા પાસેથી ફરિયાદી શબિરભાઈ મુસાભાઈ સુમરાનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા માળીયા મિયાણા પોલીસ મથકના ફરિયાદ નોંધાઇ છે. બીજા બનાવમાં મોરબીની વાવડી ચોકડી નજીક આવેલ મહેશ પાન નામની દુકાન પાસેથી ફરિયાદી કલ્પેશભાઈ પ્રેમજીભાઈ મેવાનું રૂ. 25 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાહન ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.