
મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ દિનેશભાઇ ઉર્ફે દિલીપભાઈ ડાભી ઉ.40 નામના યુવાને અગાઉ તેના ભત્રીજાને ગાળો આપી હોવાથી મોટાભાઈ ભરતભાઇ દિનેશભાઇ ઉર્ફે દિલીપભાઈ ડાભી, રંજનબેન ભરતભાઇ ડાભી તેમજ નિલેશ ભરતભાઇ ડાભીએ ઠપકો આપી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી બી ડિવિઝનમાં ભાઈ, ભાભી અને ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ભત્રીજાને ગાળો આપનાર જગદીશભાઈ વિરુદ્ધ અગાઉ ફરિયાદ નોંધાયા બાદ તેઓએ વળતી ફરિયાદ નોંધાવી હતી.