
મોરબી : મોરબીના આર્થિક સંકડામણથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ મોતની સોડ તાણી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવનીં પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટીપ્લોટ સામે સિલ્ક હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિક ફેકટરીમાં નોકરી કરતા હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ બાવરવા ઉ.27 નામના યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ તેમના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકે આર્થિક સંકડામણમા પોતાના ઘેર ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે. યુવાનના અંતિમ પગલાથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.