
મોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર બાવળીયા પીરની દરગાહ નજીક આરોપી અનિલ મલાભાઈ હડિયલ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી અનિલભાઇ મલાભાઇ હડીયલ, મહેન્દ્રભાઇ વેલજીભાઇ ડાભી, કીરીટભાઇ માવજીભાઇ હડીયલ, ભવાનભાઇ પ્રેમજીભાઇ કંઝારીયા, હસમુખભાઇ નારણભાઇ કંજારીયા, ગીરીશભાઇ વશરામભાઇ નકુમ અને શાંતીલાલ દેવકરણભાઇ કંઝારીયા તીનપતિનો જુગાર રમતા રોકડા રૂપિયા 61,500 સાથે ઝડપી લીધા હતા.