Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું...

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબી : કચ્છમાં માતાના મઢ જતા પદયાત્રીકો માટે મોરબીના ગ્રીન ચોકના આશાપુરા મિત્ર મંડળ દ્વારા કંઢેરાઈના પાટીયા પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી મોરબીના ગ્રીન ચોકના આશાપુરા મિત્ર મંડળના સભ્યો દ્વારા ભુજથી 13 કિલોમીટર નજીક દુધઈ રોડ પર કંઢેરાઈના પાટીયા પાસે પધ્ધર ગામની બાજુમાં સેવા કેમ્પનું આયોજન કરાયું છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીકોને રહેવા, જમવા, ચા-નાસ્તો, મેડિકલ સુવિધા 24 કલાક આપવામાં આવશે. મહત્વનું છે કે આશાપુરા મિત્ર મંડળ દ્વારા 8 વર્ષ વાહન દ્વારા અને 14 વર્ષ કેમ્પ દ્વારા પદયાત્રીકો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો આ કેમ્પનો લાભ લેવા પદયાત્રીકોને અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે અશ્વિનભાઈ ઉભડીયા – 99130 52330, પ્રફુલભાઈ સોની – 98792 71793, મનસુખભાઈ બરાસરા(મનુકાકા) – 9879175277, પારસભાઈ પટેલ – 98981 52867, હીમાંશુભાઈ પારેખ – 94292 43096 પર સંપર્ક કરવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments