



મોરબીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર તરીકે એક સમયે નામના ધરાવનાર લાતી પ્લોટ વિસ્તાર આજે પાલિકાના પાપે નર્કાગાર જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ગટરના પાણી, કાદવ-કીચડને કારણે વેપારીઓ અને અહી કામ કરતા કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે આજે કોંગ્રેસે વેપારીઓને સાથે રાખી ઢોલ નગારા સાથે આવેદનપત્રોની પોથી યાત્રા કાઢીને વિરોધ નોંધાવ્યો હતો
લાતીપ્લોટના અનેક પ્રશ્નો મામલે અગાઉ રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હોય જેથી આજે શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વેપારીઓને સાથે રાખી આવેદનપત્રોની પોથીયાત્રા કાઢવામાં આવી હતી ઢોલ નગારા સાથે વેપારીઓ અને કોંગ્રેસ આગેવાનો પાલિકા કચેરી પહોંચ્યા હતા જ્યાં નગરપાલિકાના ચીફ ઓફિસરને લાતીપ્લોટના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી