મોરબી : હળવદ નજીક કેનાલમાં ડૂબી જતાં યુવાનનું કરુણ મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ શહેર નજીક આવેલ પ્રગતિ હોટલ પાછળ પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બ્રિજેશ દયારામભાઈ ચાવડા ઉ.19 રહે.ખારીવાડ, હળવનું મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવની હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.