ભેજાબાજે આખેઆખું બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરી બે અને ત્રણ ગણા વળતરની લાલચ આપી રૂપિયા 36.11 લાખથી વધુની છેતરપીંડી આચરી
મોરબી : મોરબીના લાલપર ગામે ફેબ્રિકેશનનો ધંધો કરતા બિહારી યુવાનને વોટ્સએપ કોલ કરી ડિજિટલ માર્કેટિંગ અને પાર્ટ ટાઈમ જોબ કરવાની લોભામણી લાલચ આપી 200 રૂપિયા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા બાદ ડોક્યુમેન્ટ મેળવી લઈ આખેઆખું બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરી બે ગણા અને ત્રણ ગણા વળતરની લાલચ આપી રૂપિયા 36.11 લાખથી વધુની છેતરપીંડી આચરવામાં આવતા છેતરાયેલા યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબી તાલુકાના લાલપર ગામે ફેબ્રિકેશનનું કામ કરતા અને ન્યુ પ્લોટ એરિયામાં રહેતા મૂળ બિહારના વતની અજયકુમાર મનભરનસિંહ રાજપુતે મોરબી તાલુકા પોલીસ સમક્ષ વોટ્સએપ કોલ કરનાર અજાણ્યા ઇસમ તેમજ અલગ અલગ સાત બેન્ક એકાઉન્ટ નંબર ધરાવતા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ સાઇબર ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.28 મે 2024ના રોજ તેમને એક વોટ્સએપ કોલ આવ્યો અને પાર્ટ ટાઈમ જોબ તેમજ ડિજિટલ માર્કેટિંગ કરવાના નામે ડીસીએકસ કંપનીમાં કામ કરવાની ઓફર આપી અલગ અલગ ટાસ્ક પુરા કરો તો રૂપિયા મળશે તેમ કહેતા અજયકુમાર ભેજાબાજોની બનાવટો સ્કીમમાં ફસાઈ ગયો હતો. જેમાં આ ઠગ ટોળકીએ અજયકુમાર પાસેથી બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો મેળવી લઈ ટેલિગ્રામ ડાઉનલોડ કરાવી 200 રૂપિયા તમને મળ્યા અને ગૂગલ પે એકાઉન્ટ નંબર આપવાનું કહી બેંકની એકાઉન્ટની સમગ્ર વિગતો મેળવી લઈ અલગ અલગ સમયે બેંકના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી કુલ મળી 36, 11, 050 રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કરતા આ ચોંકાવનારી ઘટનાના મોમલો પોલીસમાં પહોંચ્યો હતો.