મોરબી : માળીયા મિયાણા પોલીસે ભીમસર ચોકડી નજીક ચેકીંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ સાથે નીકળેલા મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ માળીયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામના વતની આરોપી તુલસી હસમુખભાઈ સંખેસરિયા ઉ.35 ને દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા 10 હજાર સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો