મોરબી : મોરબી નગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર નોકરી કરતા સેનેટરી ઇન્સ્પેકટર નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા ઉ.35 રહે.મોટી ડેલી પંચાસર વાળા ગઈકાલે રેલવે સ્ટેશન રોડ ઉપર રેનબસેરા પાસે ડીડીટી ભરેલી ગાડી ગોડાઉનમાં ઉતારવા માટે રિવર્સમાં લેવડાવવા માટે અન્ય વાહનોને થોડી વાર ઉભા રહેવા કહેતા જીજે – 03 – એલબી – 1319 નંબરની વર્ના કારના ચાલક તેમજ સાથે રહેલા અન્ય આરોપીએ નિર્મળસિંહ સાથે ઝઘડો કરી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી ફરજમાં રુકાવટ કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.