
મોરબીથી રાજકોટ જતાં હાઈવે ઉપર શનાળા-રાજપર ચોકડીએ સર્કલ બનાવી આપવાની માંગ સાથે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજયભાઈ કોટડીયા એ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
મોરબી:મોરબીથી રાજકોટ જતાં હાઈવે ઉપર શનાળા-રાજપર ચોકડીએ અવારનવાર ટ્રાફીકની સમસ્યા રહે છે. જેના કારણે કલાકો સુધી વાહનોની લાંબી કતારો જોવા મળે છે. તેમજ આ ચોકડીમે સર્કલ ન હોવાના કારણે અકસ્માતો પણ બને છે. આ ચોકડીએ સવાર તથા સાંજના સમયે વિદ્યાર્થીઓ,ધંધાર્થીઓ તથા રાહદારીઓ સમયસર જે તે સ્થળે પહોંચી શક્તા નથી. જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
જેથી આ બાબતે ધ્યાને લઈ મોરબીથી રાજકોટ જતાં રસ્તામાં શનાળા-રાજપર ચોકડીએ સર્કલ બનાવી આપવા આપની કક્ષાએથી ઘટીત કાર્યવાહી કરવા મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે.