






મોરબી:શ્રી જેપુર-રૂપાવટી પ્રાથમિક શાળામાં વાંકાનેર પોલીસ સ્ટેશન દ્વારા એસ.પી.સી. કાર્યક્રમ ચાલતો હોય આ કાર્યક્રમ માં સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ બિન નિવાસી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમા ત્રણ દિવસ માટે પરિપત્ર મુજબ આયોજન કરી પ્રવૃત્તિઓ કરવામાં આવી.
પ્રથમ દિવસ : (21 સપ્ટેમ્બર) આજ રોજ કેમ્પ નો પ્રથમ દિવસ હોવાથી શાળા કક્ષાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના આચાર્ય, એસ.પી.સી. ના વિદ્યાર્થીઓ શિક્ષકો, ડ્રીલ ઇન્સ્ટ્રકટર અને શાળા સમિતિના સભ્યોની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સૌ પ્રથમ પ્રાર્થના કાર્યક્રમ થયો. અને કેમ્પનું બ્રીફીંગ – દરેક કેડેટને સમગ્ર કેમ્પની માહિતિ અને આજના દિવસે કરવાની થતી પ્રવૃત્તિઓથી માહિતગાર કરવા ડ્રીલ ઇન્સ્ટ્રકટર દ્રારા માહીતી આપવામાં આવી. પ્રાર્થના કાર્યક્રમમાં કેડેટ દ્વારા વિવિધ રજુઆતો થઇ. ભજન, ધુન, સુવિચાર, સમાચાર, પ્રશ્નોતરી, અને જાણવા જેવું જેવી વિવિધ રજુઆતો કરવામાં આવી. ત્યારબાદ દરેક કેડેટ દ્વારા મારો હીરો વિશે પોતાના વિચારો અને પોતાના ગોલ રજુ કરવામાં આવ્યા. અને વિદ્યાર્થીઓને પ્રેરણા અને લક્ષ્ય સિધ્ધિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ત્યાર બાદ લંચ બ્રેક દરમ્યાન તમામ ને ભોજન માટે વ્યવસ્થા હોય ભોજન કરવામાં આવ્યુ. ત્યારબાદ રિસેસ માં અવનવી ચર્ચા થઇ. રિસેસ બાદ વાંચનની ટેવ વિકસાવવા માટે માર્ગદશન આપવા શાળાના આચાર્ય દિલીપભાઇએ પ્રેરક પ્રસંગ કહી વાંચનનું મહત્વ સમજાવ્યું. અને વિદ્યાર્થીઓએ વાંચેલા પુસ્તકોની સમીક્ષા કરી.
ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે મોટીવેશન વિશે વિડીઓ બતાવવામાં આવ્યા. ત્યારબાદ શાળાના શિક્ષક દ્વારા સોશિયલ મીડીયાના ફાયદા લાભ અને ગેરલાભ વિશે માહિતિ આપવામાં આવી. ત્યારબાદ જીવનમાં સ્વચ્છતાનું મહત્વ બાબતે ચર્ચા અને આવતી કાલનું આયોજન કરી અને અંતે શાળા કેમ્પસની સ્વચ્છતા અને વૃક્ષારોપણ કરી આજનો દિવસ – 1 પુરો કરવામાં આવ્યો.
બીજો દિવસ : (22 સપ્ટેમ્બર) આજ રોજ કેમ્પ નો બીજો દિવસ હોવાથી ગઇ કાલના આયોજન મુજબ પ્રાર્થના કાર્યક્રમ કરી એક્ષપોઝર વિઝિટમાં મચ્છુ ડેમ -1, અને હોલમાતા મંદિર ની મુલાકાત માટે જવા નીકળ્યા શાળા જયાં ડેમ સાઇટની મુલાકાત લઇ પાણીનું મહત્વ અને સિંચાઇ યોજનાની ઉપયોગીતા વિશે આચાર્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ હોલમાતાજીના મંદિરની મુલાકાત લઇ દર્શન કરી અને આજનો દિવસ અહીં રહેવાનું આયોજન હોવાથી કેમ્પ ની પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સમાચાર સમીક્ષા, સ્વ વિકાસના અવરોધક પરિબળો અને વિવિધ વિષયે વિદ્યાર્થીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી.બપોર ના સમયે માતાજીના મંદિરે ભોજન કરી રિસેસ માં હળવી રમતો રમાડવામાં આવી. રિસેસ બાદ પી.એસ.આઇ. શ્રી ભરગા સર પણ કેમ્પની મુલાકાતે આવ્યા અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી ત્યારબાદ પી.એસ.આઈ. સરની હાજરીમાં રોલ પ્લે કાર્યક્રમ થયો અને તેમાં સાહેબ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યુ. ત્યારબાદ મંદિરના પ્રમુખશ્રી દ્વારા તમામ વિદ્યાર્થીઓને મંદિરના ઇતિહાસ અને પર્યાવરણ બચાવો, ખેતી-સજીવ ખેતી માટે ગાયનું મહત્વ સમજાવી ગૌશાળાની મુલાકાત કરવામાં આવી. ત્યારબાદ આવતી કાલનું આયોજન કરી દિવસ પૂરો કરવામાં આવ્યો.
ત્રીજો દિવસ : (23 સપ્ટેમ્બર) આજ રોજ કેમ્પ નો ત્રીજો દિવસ હોવાથી ગઇ કાલના આયોજન મુજબ શાળા કક્ષાએકેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આચાર્ય દ્વારા અને ડ્રીલ ઈન્સ્ટ્રકટર દ્વારા આજના દિવસનું આયોજન અને પ્રવૃત્તિ સમજાવવામાં આવી. સ્વ્યં શિસ્ત માટેની રમત થઇ, ત્યાર બાદ ફિલ્મ શો બતાવવામાં આવ્યો. જેમા વિદ્યાર્થીઓને ખુબ મજા પડી. ત્યારબાદ લંચ બ્રેક માં તમામ માટે ભોજન ની વ્યવસ્થા હોવાથી ભોજન કરવામાં આવ્યું.રિસેસ બાદ સુટેવોનું ઘડતર માટેની પ્રવૃતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું જેમા વિવિધ રોલ પ્લે દ્વારા હેલ્પીંગ હીરો જેવી પ્રવૃત્તિ કરવામાં આવી.ત્યારબાદ શાળાના શિક્ષક દ્વારા જોખમો અને સલામતી બાબતે વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યુ. અને વિવિધ શાળાકીય રમતો રમાડવામાં આવી. જેમા તમામ ને ખુબ જ મજા પડી અંતે શાળાના શિક્ષકો અને ડ્રીલ ઈન્સ્ટ્રકટર તેમજ કેડેટ ના તમામ વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્ર્ગીત ગાઇ ને છૂટા પડયા. આમ શ્રી જેપુર-રૂપાવટી પ્રાથમિક શાળામાં ત્રણ દિવસિય બિન નિવાસી કેમ્પ-2024 નું સુંદર આયોજન કરવામાં આવ્યું.