


ફાયર બ્રિગ્રેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા
મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પોલીપેકે કારખાનામાં આજે બપોરના સમયે એકાએક ભીષણ આગ ભડકી ઉઠી હતી. આ ભયાનક આગમાં પલ્લીપેકનું કારખાનું લપેટમાં આવી ગયું હતું. જો કે આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગ્રેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હૉવનું જાણવા મળે છે.
મોરબી નગરપાલિકાના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ માળીયા તાલુકા વિસ્તારમાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ રોયલ પોલીપેક ફેકટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો કોલ આવતા મોરબી નગરપાલિકાની તમામ ફાયર ટીમને બનાવ સ્થળે દોડાવવામાં આવી છે અને આગ વધુ વિકરાળ હોય આગ ઓલવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જો કે, આગ કેવી રીતે લાગી છે તેની વિગતો હજુ સુધી બહાર આવી નથી.