
ગતરાત્રે સટાસટી બોલાવ્યા બાદ આજે સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો
મોરબી : મોરબી શહેર અને જિલ્લાના ચોમાસાના આખરો પડાવ વચ્ચે છેલ્લા રાઉન્ડમાં ઘડીઓ વચ્ચે મેઘરાજાએ ગત મોડીરાત્રે ફરી વીજળીના કડાકા ભડાકા સાથે સટાસટી બોલાવતા વાંકાનેરમાં એક ઇંચ, મોરબીમાં અડધો ઇંચથી વધુ અને ટંકારામા 7 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે હળવદ અને માળીયામાં વરસાદ નોંધાયો ન હતો.મોરબીમાં લાંબા અંતરાલ બાદ આજ સવારથી જ વાતાવરણ પલટાયું હતું અને છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. આજે સવારથી વાતાવરણ ગોરભાયેલું હોવાથી દિવસભર વરસાદ પડે તેવું વાતાવરણ પરથી લાગી રહ્યું છે.

