Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદ રેલ્વે સ્ટેશન રોડ મધરાત્રે વાછડીના પગ પર ટ્રેક્ટર ચડાવી દેતા ભારે...

હળવદ રેલ્વે સ્ટેશન રોડ મધરાત્રે વાછડીના પગ પર ટ્રેક્ટર ચડાવી દેતા ભારે રોષ

હળવદ : હળવદ રેલ્વે સ્ટેશન રોડ મધરાત્રે વાછડીના પગ પર ટ્રેકટર ચાલકે ટ્રેક્ટર ચડાવી દેતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જો કે શરૂઆત ટ્રેકટર ચાલક પોતાની ગંભીર બેદરકારી માનવ તૈયાર ન હોવાથી લોકોએ આકરા તેવર દેખાડતા અંતે ટ્રેકટર ચાલકને પોતાની ભૂલ સમજાય હતી અને વછરડીની સારવાર કરાવી હતી.

હળવદના રેલ્વે સ્ટેશન રોડ પાસે મોડી રાત્રીના વેગડવાવના શખ્સે વાછડીના પગ પર ટ્રેક્ટર ચડાવી દેતા વાછરડીના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.આ બનાવને પગલે તાત્કાલિક આજુબાજુના સેવાભાવી લોકોએ ઘટના સ્થળે દોડી આવી ટ્રેક્ટર ચાલકને ઉભો રાખી ભારે રકજક કરતા ટ્રેક્ટર ચાલાકે સૌપ્રથમ તો ટ્રેક્ટર વાછડીના પગ પર નથી ચડાવ્યું તેવું સતત રટણ કરતો હતો. પરંતુ આંખે જોનારે સેવાભાવીએ આકરા તેવર દેખાડતા વેગડવાવના શખ્સે વાછરડીના પગ પર ટ્રેક્ટર ચડાવવાનું કબૂલ્યું હતું અને ભારે રકઝક બાદ વાછરડીને સારવાર અર્થે હળવદની શ્રી રામ ગૌશાળા ખાતે ટ્રેક્ટર ચાલક મુકવા ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments