Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં નવરાત્રી મહોત્સવ : યુવાનોમાં ડોઢીયા, ફેન્સી, ટીટોડો, ફ્રી સ્ટાઇલ સ્ટેપ્સ હોટ...

મોરબીમાં નવરાત્રી મહોત્સવ : યુવાનોમાં ડોઢીયા, ફેન્સી, ટીટોડો, ફ્રી સ્ટાઇલ સ્ટેપ્સ હોટ ફેવરિટ

યુવાનો ત્રણ મહિનાથી ડાડીયા કલાસીસમાં જુના અને નવા ગરબાના સ્ટેપ્સ શીખી રહ્યા છે

અર્વાચીન રાસોત્સવને ટક્કર આપતી શક્તિ ચોક ગરબી

(નવરાત્રી સ્પે.સ્ટોરી બાય મિલન નાનક ): મોરબીમાં ગણપતિ મહોત્સવ પૂરો થતાં જ જગત જનની માં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે નવરાત્રીની દરેક રઢિયાળી રાત્રીએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને રાસ ગરબે ઘુમવા યુવા હૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળે છે.જો કે યુવક અને યુવતીઓ ત્રણ મહિનાથી રાસ ગરબાના જુના અને નવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. ત્રણ મહિનાથી શહેરમા ડાડીયા કલાસીસ શરૂ થઈ ગયા છે. હવે રાસ ગરબાની પ્રેક્ટિસ માટે અંતિમ તબ્બકો ચાલે છે. જ્યારે અર્વાચીન નવરાત્રી મહોત્સવમાં યુવક યુવતીઓ માત્ર શોખ કે આનંદ ખાતર જ નહીં પણ માં શક્તિની પણ આરાધના કરે છે. એટલે જ યુવાનો પ્રાચીન રાસોત્સવ ઉપર ગરબા રમવા માટે જુના રિધમના સ્ટેપ્સની પણ સઘન તાલીમ મેળવી રહ્યા છે. યુવાનો ડોઢીયા, ફેન્સી, ટીટોડો, ફ્રી સ્ટાઇલ સ્ટેપ્સ હોટ ફેવરિટ છે. આ ચાર સ્ટેપ્સ સિવાય બીજા નવા અનેક વિધ સ્ટેપ્સ પણ શીખી રહ્યા છે.અમુક આયોજકો દ્વારા વેલકમ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો. જેમાં અનેક યુવક યુવતીઓએ રાસ ગરબે રમીને નવરાત્રીને વેલકમ કર્યું હતું.

400 યુવક યુવતીઓ ત્રણ મહિનાથી રાસ ગરબાની પ્રેક્ટિસ કરે છે

મોરબીમાં હેમાંગ પરમાર અને તેમના બહેન ઝલકબેન રાઠોડ ઘણા વર્ષોથી ડાડીયા કલાસીસ ચલાવે છે. આ ભાઈ બહેને કહ્યું હતું કે, તેમના ડાડીયા કલાસીસ ત્રણ મહિનાથી ચાલે છે અને 400 જેટલા યુવક યુવતીઓ અને બાળકો અલગ અલગ બેન્ચમાં રાસ ગરબાની તાલીમ મેળવે છે. ત્રણ મહિનામાં રોજ એ કે બે કલાક પ્રેકટીસ કરતા હોવાથી અને ખાસ તો રાસ ગરબે રમવું એ ગુજરાતની આગવી ઓળખ હોવાથી આ બધા યુવાનો હવે રાસ ગરબે રમતા થઈ ગયા છે રાસ ગરબે રમવું સૌને ગમતું હોવાથી જુદા જુદા સ્ટેપ્સ યુવાનોએ શીખીને હવે નવરાત્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ડોઢીયા સ્ટેપ્સની સૌથી વધુ ડિમાન્ડ

બીજા ડાડિયા કલાસીસના સંચાલક રાહુલભાઈ પંચાલ જણાવે છે કે, તેમને ત્યાં અલગ અલગ બેન્ચમાં 300 જેટલા યુવક યુવતીઓ રાસ ગરબાના અલગ અલગ સ્ટેપ્સ શીખવા આવે છે. એમાંથી ડોઢીયા સ્ટેપ્સની સૌથી વધુ ડિમાન્ડ છે. જો કે ડાડિયા રાસ માત્ર યુવાનો જ નહીં પણ બાળકો ઉપરાંત ફેમેલી અને કપલ પણ શીખવા આવે છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી ડાડિયા કલાસીસ ચલાવે છે. તેઓ બેઝિકથી લઈને છેલ્લા સ્ટેપ્સ સુધી શીખવાડે છે.

અર્વાચીન રાસોત્સવ ઘટવાની શકયતા

દરેક વખતે ચારેક અર્વાચીન નવરાત્રી મહોત્સવના આયોજનો થાય છે. પણ આ વખતે અર્વાચીન રાસોત્સવ ઘટવાની શકયતા છે. પણ કદાચ છેલ્લી ઘડીએ અર્વાચીન રાસોત્સવના આયોજન દર વખતે જેટલા જ થાય એવી પણ શકયતા પણ નકારી શકાય એમ નથી.

પ્રાચીન ગરબીઓની પણ ભારે જમાવટ

અર્વાચીન રાસોત્સવના આયોજનો વચ્ચે વર્ષો જૂની પ્રાચીન ગરબીઓ પણ ભારે જમાવટ કરે છે. જેમાં ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ શક્તિ ચોકની શક્તિ ગરબી વર્ષોથી નંબર વન છે. અંગાર રાસ બહુ પ્રખ્યાત છે..બીજા ઘણા રાસ પણ અહીં જોવા માટે પ્રખ્યાત છે આધુનિક લાઈટ ડેકોરેશન અને વૈવિધ્યસભર અને પદ્ધતિસરના માતાજીના રાસ ગરબા ભારે આકર્ષણનું કેન્દ્ર બને છે. આજ રીતે ગેસ્ટ હાઉસ રોડ ઉપર થોડે દુર આવેલ મંગલ ભુવન ચોક ગરબી પણ ભારે જમાવટ કરે છે. માડી તારા અઘોર નગારા ફેમસ રાસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments