મોરબી : ગત તા.22ના રોજ રાત્રીના સમયે મોરબીના ઘુંટુ ગામે રહેતા કાર ચાલક મયુરભાઈ લાલજીભાઈ ઉર્ફે લલિતભાઈ રાઠોડ ઉ.30 પોતાની વર્ના કાર લઈને જતા હતા ત્યારે મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા નજીક સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધસાતા કારનું ટાયર ફાટી ગયું હતું અને કાર પલ્ટી મારી સર્વિસ રોડ ઉપર બે ત્રણ ગોથા મારી જતા કાર ચાલક મયુરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકન પિતા લાલજીભાઈ ઉર્ફે લલિતભાઈ રાઠોડની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.