






મોરબી : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની સુચના અન્વયે મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અધ્યક્ષ દિલીપ પી મહીડાના માર્ગદર્શન હેઠળ લાલબાગ વિસ્તારના નગરપાલિકા અને મોરબી બાર એસોના સહયોગથી સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત આજરોજ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેને સ્વચ્છતાની મહત્વતા અને જરૂરિયાત સમજાવવામાં આવેલ અને કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત નગરજનોને પોતાની સોસાયટી-શેરી, રહેણાંક અને ધંધા નોકરીના સ્થળે, મુલાકાતના સ્થળે સ્વચ્છતા જાળવવા અને કચરો ગમે ત્યાં ના ફેંકવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને મોરબી બાર એસોના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા ફોરેસ્ટ અધિકારી સોનલબેન ભરવાડ દ્વારા અપીલ કરવામાં આવી હતી