



મોરબી રાજકોટ હાઇવે પર આવેલ શ્રીજી એસ્ટેટ ઇન્ડસ્ટ્રીયલમાં GWIL ની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા છે. સ્થાનીક પોલીસ, એસ આર પી, જીસીબી સહિત ૫૦થી વધુ અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ૩૦ થી વધુ કારખાનેદારે નર્મદાની પાઇપ લાઇનમાંથી ગેરકાયદે કનેક્શન લીધા હોવાનું ખુલ્યું છે. સ્થાનિક તંત્ર દ્રારા કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી કરોડો લિટર પાણી ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગરની ટીમ દ્રારા દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષોથી ગેરકાયદેસ કનેક્શન દ્રારા પાણીની મસમોટી ચોરી કરવામાં આવતી હોવાની ફરીયાદ ઉઠી છે. ત્યારે આગામી દિવસોમાં સ્થાનીક તંત્ર અને કારખેદાર પર કાર્યવાહી થશે કે કેમ તેવો સવાલ ઉઠ્યો છે.