


મોરબી જિલ્લામાં બે દિવસથી મેઘરાજા ધીમીધારે વરસાદ વરસાવી રહ્યા છે. જો કે આગાઉના વરસાદથી ડેમ, નદીનાલા છલકાયા હોય હવે વધુ વરસાદ ખાનાખરાબી સર્જાય એમ છે. દરમ્યાન ઉપરથી વધુ પાણી છોડાતા હળવદમા નર્મદાની માઇનોર કેનાલ છલકાઇ છે અને હળવદના કોઇબા અને ઘનશ્યામપુર ગામ વચ્ચે કેનાલ ઓવરફ્લો થતા પાણી વેડફાઈ રહ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ કેનાલમાં ઉપરથી વધુ પાણી છોડાતા કેનાલના પાણી ખેતરોમા ઘુસ્યા છે. તેથી પાક ઉપર ખતરો તોળાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સુખપર માઇનોર કેનાલ છલોછલ થઈ જતા નર્મદાના પાણીનો મોટા પ્રમાણમા વેડફાટ થઈ રહ્યો છે.