

મોરબી : મોરબી જિલ્લામાં બે ત્રણ દિવસથી મેઘરાજા રાત્રી દરમિયાન મેઘવર્ષા વરસાવી રહ્યા છે. ત્યારે ગતરાત્રે પણ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી.જેમાં મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં હળવદમા 41 મીમી, માળીયા મિયાણામા 10 મીમી, મોરબીમાં 14 મીમી, ટંકારામા 11 મીમી અને વાંકાનેરમા 20 મીમી વરસાદ વરસ્યો હતો.