

કોઈપણ જાતની એન્ટ્રી ફી લીધા વગર તમામ જ્ઞાતિના લોકોને રાસ-ગરબા રમવા માટે અપાતો પ્રવેશ
મોરબી : વર્ષ 1998થી યોજાતા આ મા નવરાત્રિ મહોત્સવનું આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 26 વર્ષથી યોજાતા મા નવરાત્રિ મહોત્સવમાં કોઈપણ જાતની એન્ટ્રી ફી લીધા વગર તમામ જ્ઞાતિના લોકોને રાસ-ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં આવશે. ભાગ લેનાર ખેલૈયાઓમાંથી પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઈલ, જનરલ નોલેજ, વેશભુષા વગેરે કેટેગરીમાં દરરોજ 25 ઈનામો આપવામાં આવશે. સાથે જ સમગ્ર મોરબી જિલ્લામાં સૌથી વધુ 451 નાની બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવે છે. બહેનો અને માતાઓને ગરબા રમવા માટે અલગ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ મા નવરાત્રિ મહોત્સવમાં પધારી રાસ-ગરબા થકી માતાજીની આરાધના કરવા સૌને જયરાજસિંહ એન. જાડેજા (એડ્વોકેટ) દ્વારા આમંત્રણ પાઠવાયું છે.