મોરબી : ગત તા.21ના રોજ રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ દિવ્ય શક્તિ બહુચરધામ મંદિર નજીક અજાણ્યા કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇકમાં બેઠેલા રાયસિંગભાઈ ભગાભાઈ ચારોલા રહે.વેલનાથપરા, રાજકોટ વાળાનું મોત નીપજ્યું હતું જ્યારે સાથે રહેલા મૃતકના પુત્ર નવઘણભાઈ અને રોહિતભાઈને ઇજાઓ પહોંચતા બનાવ અંગે મૃતકના પુત્ર નવઘણભાઈ ચારોલાએ ટંકારા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.