Wednesday, July 30, 2025
No menu items!
Google search engine
HomeNewsમિરઝાપર મધ્યે હાઇવે પર “નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ” નું આયોજન- સાંસદ...

મિરઝાપર મધ્યે હાઇવે પર “નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ” નું આયોજન- સાંસદ વિનોદ ચાવડા.

માતાનામઢે દર્શને જતાં પદયાત્રી, વાહન ચાલકો માટે ભુજ તાલુકાનાં મિરઝાપર હુંન્ડાઈ ના શો રૂમ પાસે કચ્છ સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી જાગૃત અને સેવાભાવી શ્રી વિનોદભાઇ ચાવડા નો પ્રેરણા અને માર્ગદર્શન સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા પદયાત્રા નમો ભારત પદયાત્રા સેવા કેમ્પ આજે સાંજે ૭ વાગ્યે શુભારંભ કરવામાં આવશે. .

સાંસદશ્રીએ જણાવ્યું હતું કે કચ્છ નાં કુળદેવી માં આશાપુરા માતાનામઢ મંદિરે નવરાત્રિ દરમ્યાન અસંખ્ય શ્રધ્ધાળૂઓ શીશ ઝુકાવવા માટે પદયાત્રા એ જાય છે. તેમજ વાહનો થી પણ દૂર દૂર મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દેશભરથી લોકો આવે છે ત્યારે સેવા ભાવના અને શ્રધ્ધાળુંઓ ને પ્રેરક બળ પૂરું પાડવા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આપણાં પ્રેરણાસ્ત્રોત યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પરમ આસ્થાથી વર્ષો થી નવરાત્રિ દરમ્યાન માત્ર પાણી કે પ્રવાહી વડે નકોરડા ઉપવાસ કરે છે. તેમની ભક્તિ વંદના ને ઉજાગર કરવા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ - લખપત હાઇવે પર મિરઝાપર પાસે નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ નું આયોજન કરેલ છે જે ચાર થી પાંચ દિવસ ચાલુ રાખવામા આવશે આજે સાંજે કેમ્પ નો શુભારંભ માઈ ભક્તો - પદયાત્રીઓની અને શુભેચ્છ્કો - સંગઠનનાં પદાધિકારીઓ, ધારાસભ્યો, મહાનુભાવો ની ઉપસ્થિતિ માં આજે સાંજે ૭ વાગ્યે કરવામાં આવશે. સેવા કેમ્પની વિશિષ્ટ્તા દર્શાવતા સાંસદશ્રી એ જણાવ્યું હતું કે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની કચ્છ પ્રત્યેની સંવેદના - કચ્છ નાં પ્રવાસોની ઝલક દર્શાવતી પ્રદર્શની અને હાઇ સ્પીડ ટ્રેન નમો ભારત રેપિડ ટ્રેન, સદસ્યતા અભિયાન સેલ્ફી પોઈન્ટ, મિલેટ્શ ધાન સાથે એનર્જી સોફ્ટ ડ્રિંક અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સાથે યાત્રિકો માટે તેમના બેગ ઉપર અકસ્માત ને રોકવા રેડીયમ પટ્ટી અને પદયાત્રીઓ માટે મોબાઇલ ચાર્જર સુવિધાઓ તેમાં ઉપલબ્ધ રહેશે. માતાના મઢ યાત્રાળુઓ ને વંદનાત્મક શુભકામના સાંસદશ્રીએ પાઠવતા યાત્રા સફળતાપૂર્વક પુર્ણ થાય તેવી માતાજીને અભ્યર્થના કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments