મોરબી : ટંકારાના ડેરી નાકા વિસ્તારમાં રહેતા રાણાભાઈ સંગ્રામભાઈ ટોળીયા ઉ.60 નામના વૃદ્ધ પોતાનું બાઈક લઈને ગત તા.26ના રોજ રાત્રીના સમયે બાઇક લઈને પસાર થઈ રહ્યા હોય ત્યારે હકાભાઈ મશરુભાઈ ઝાપડા અને એક અજાણ્યા શખ્સે બીઆર – 01 – ઇએ – 4682 નંબરની કારથી બાઇકને ઠોકર મારી પછાડી દઈ રાણાભાઈ ઉપર ગાડીનું વ્હીલ ચડાવવા પ્રયાસ કરતા રાણાભાઈ ખસી ગયા હતા. વધુમાં રાણાભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી હકાભાઈની પુત્રીને તેમના ભાઈ નાગજીભાઈનો દીકરા સાથે પ્રેમ સંબંધ અંગે અગાઉ ફરિયાદ કરી હોય તેનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.