મોરબી : મોરબી શહેરના લગધીરવાસ વિસ્તારમાં છેલ્લા 45 વર્ષથી જય માતાજી ગરબી મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે શેરી ગરબાની સાથે ફ્રી સ્ટાઈલ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
લગધીરવાસ વિસ્તારમાં દર વર્ષે વર્ષથી જય માતાજી ગરબી મંડળ દ્વારા શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં નાની બાળાઓ દ્વારા અલગ અલગ રાસ ગરબા કરી માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે. દર વર્ષે થતા આયોજનમાં આ વખતે આયોજકો દ્વારા નાની બાળાઓના રાસની સાથે માતાઓ અને બહેનો પણ ગરબામાં ભાગ લઈ શકે તે માટે ફ્રી સ્ટાઈલ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ અને યુવતીઓ પણ રાસ લઈ માતાજીની આરાધના કરી શકશે તેમ ગરબી મંડળના આયોજક પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા (પદુભાઈ)એ જણાવ્યું હતું.