મોરબી : મોરબીમાં ચોમાસાની વિદાય વચ્ચે ભાદરવે અષાઢ જામ્યો હોય એ રીતે ચારેક દિવસથી ખાસ કરીને રાત્રે ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. ગત મોડી રાત્રે પણ મોરબીમાં ગાજવીજ સાથે વરસદ ત્રાટક્યો હતો. જેમાં મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ મોરબીમાં 32 મીમી એટલે દોઢ ઈંચ હળવદમા 20 મીમી પોણો ઈંચ અને વાંકાનેરમા 2 મીમી વરસાદ નોંધાયો હતો. જો કે, ટંકારા અને માળીયા મિયાણા તાલુકામાં વરસાદ વરસ્યો ન હતો.