કોયલી ગામ નજીક આવેલ ડેમી ૩ ડેમ (દરવાજા વાળો ડેમ) ઉપરવાસના વરસાદ અને પાણીની આવકને કારણે ૧૦૦ ટકા ભરાઈ ગયો છે જેથી ડેમનો ૧ દરવાજો ૬ ઇંચ ખોલવામાં આવ્યો છે તેમજ તા. ૦૧-૧૦ ના રોજ બપોરે ૧૨ કલાકે ડેમનો ૧ દરવાજો ૮ ઇંચ ખોલવામાં આવનાર છે

જેથી ડેમના નીચેના વિસ્તારમાં આવેલ મોરબી તાલુકાના કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, જીંજુડા, સામપર અને જોડિયા તાલુકાના માવનું ગામ સહિતના ગામોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે