મોરબી : વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા નજમાબેન નાસિરભાઈ શાહમદાર ઉ.36 નામના મહિલાએ હર્ષા સાઈ નામના ફેસબુક આઈડી ઉપર ગરીબ લોકોને મદદ કરવામાં આવતી હોવાનો વીડિયો જોયા બાદ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને મકાન બનાવવા 16 લાખ રૂપિયાની મદદ જોઈતી હોય તો 45 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું કહેતા નજમાબેને કટકે કટકે રૂપિયા 36 હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતા. જો કે, બાદમાં રૂપિયા કે આર્થિક મદદ ન મળતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.