વાંકાનેર : વાંકાનેરના ભરવાડપરા રહેતા અને ડ્રાઇવિંગ કરતા મનોજભાઈ ભાણજીભાઈ ટમારીયા નામના યુવાન પાસે તેનો મિત્ર નિલેશ ખીમજીભાઈ વાણંદ પૈસા માંગતો હોવાથી પૈસા પરત આપવાનું કહ્યું હતું પરંતુ મનોજભાઈ પાસે હાલમાં પૈસા ન હોય સગવડ થાય એટલે આપું કહેતા જ નિલેશ અને તેના મિત્ર રઘુભાઈ કાઠીએ જેમ ફાવે તેમ ગાળો ભાંડી નિલેશે છરીનો ઘા ઝીકી દઈ રઘુભાઈએ ઢીકા પાટુનો માર મારતા બન્ને વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.