
૨૦૦ થી વધારે તલવાર નવરાત્રી દરમિયાન વિતરણ કરવામાં આવશે
મોરબી : કાલે અગ્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં એકતા એજ લક્ષ્ય સંગઠનની કમિટી બેઠકનું આયોજન થયું હતું. જેમાં આ નવરાત્રી દરમિયાન ૨૦૦ થી વધારે સોસાયટીમાં શેરી ગરબામાં જઇ શક્તિરૂપી તલવાર ભેટ આપી તથા દશેરાના દિવસે શસ્ત્ર પૂજન આ બંને કાર્યક્રમ થાય તે માટેની ચર્ચા થઈ હતી
શેરી ગરબામાં ૨૦૦ થી વધારે તલવાર નવરાત્રી દરમિયાન વિતરણ કરવામાં આવશે. શેરી ગરબાને પ્રાધાન્ય મળશે તો જ નવરાત્રીનું ધંધા કરણ બંધ થશે અને ડિસ્કો ડાન્સ બંધ થઈ લવ જીહાદ પર કાબુ મેળવી શકાશે અને ફરીથી સનાતન નવરાત્રીનો સાચો અર્થ સમજી માતાજીની આરાધના ઉપાસનામાં લાગશે અને બહેન દીકરીઓ સાચા અર્થમાં ગરબા નો મતલબ સમજી શકશે. મોરબીમાં સનાતનની અભિયાન અંતર્ગત 200 થી વધારે તલવાર હિન્દુ સોસાયટીમાં પહોંચે એ પ્રકારનું કાર્ય એકતા એજ લક્ષ્ય સંગઠન આ નવરાત્રી દરમિયાન કરવા જઈ રહ્યું છે. તેવું જણાવ્યું હતું.