Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiઅનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન કરાયું

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન કરાયું

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા ગઇકાલે રાત્રે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત, મોરબી મહિલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર લગધીરકા મેડમ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં દિપ પ્રાગટ્ય કરીને વેલકમ નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સુપ્રસિદ્ધ ગાયક કલાકાર સીતાબેન રબારી, અવની ગૌસ્વામીના સુમધુર સ્વરના સથવારે અવનવાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે મહિલાઓ, બાળકો તથા ભાઈઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી. જ્યારે કોમેડિયન વિજૂડી અને રાજીયો ઉપસ્થિત રહીને હાસ્યની રમઝટ બોલાવી હતી. આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, વેલકમ નવરાત્રિમાં થયેલ આવક આગામી તારીખ 20 જાન્યુઆરી 2025ના રોજ આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં માં-બાપ વિનાની 21 દિકરીઓના લગ્નમાં ખર્ચ કરવામાં આવશે. સમુહલગ્નમાં દાન આપવા તથા દાતા તરીકે નામ નોંધાવવા માટે મો.9586052226 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments