નવરાત્રી શરૂ થાય પહેલા જ માં આશાપુરા માતાનામઢે કચ્છ – ગુજરાત – મહારાષ્ટ્ર થી પદયાત્રી, સાયકલ યાત્રીઓ, વાહન ધારકો નો પ્રવાહ અવિરત ચાલુ હોય છે. તેમની સેવા અને પ્રોત્સાહન આપવા અસંખ્ય સેવા કેમ્પો રાત – દિવસ ધમ ધમે છે. સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા અને તેમના સંચાલિત સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ દ્વારા ‘નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ’ રાત દિવસ સેવા આપે છે. સાંસદ વિનોદભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે દર વર્ષે ભાવ ભક્તિ પૂર્વક લાખો માતા ભક્તો ચાલીને કચ્છ માતાનામઢે માં આશાપુરા ના દર્શને જાય છે. આ વર્ષે કુદરત ની મહેર વર્ષા થઈ, લોકો આનંદ સાથે શ્રધ્ધા પૂર્વક વધુ સંખ્યામાં પદયાત્રા એ જઈ રહ્યાં છે. માનવ મહેરામણ આબાલ વૃધ્ધો, મહિલાઓ નિર્ભયતા સાથે પદયાત્રા કરી રહ્યાં છે. કચ્છ – સૌરાષ્ટ્ર ગુજરાતભર માંથી યાત્રીકો પદયાત્રી – વાહનયાત્રી દર્શનાર્થે આવે છે, ત્યારે તેમને બિરદાવવા તેમની યાત્રા સફળતા પૂર્વક પરિપૂર્ણ થાય માટે સુરજબારી – સામખીયાળી થી માતાનામઢ સુધી અસંખ્ય સેવા કેમ્પો દિવસ – રાત ધમધમે છે, સેવા કેમ્પો માં ભાવપૂર્વક આયોજકો અને તેમની ટિમ મેડિકલ થી લઈ જમવાનું – ચા પાણી, ઠંડા પીણા, માલીશ અને આરામની વ્યવસ્થા કરી આપે છે તેમ વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું.

‘નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ’ માં હજારો ભાવિક પદયાત્રી ઓ લાભ લે છે, સર્વશ્રી મનીષભાઈ બારોટ, વિરમભાઇ આહીર, જયભાઈ ચાવડા, મોહનભાઇ ચાવડા, યોગેશભાઈ ત્રિવેદી, વિષ્ણુભાઈ ચૌધરી, મયુરસિંહ જાડેજા, હિતેશ ભારથી, તેમજ સમાજ નવ નિર્માણ અને લોકસભા પરિવાર સદસ્યો સેવા આપી રહ્યાં છે. દરરોજ સાંજે સંગીતમય મહાઆરતી થાય છે. કચ્છ – સૌરાષ્ટ્ર નાં કલાકારો કેમ્પની મુલાકાત લઈ સંગીત સાધના સાથે રાસ – ગરબા માતાજીનાં ભજનો નો લાભ પદયાત્રીઓને આપે છે. તા.૩૦-૦૯-૨૦૨૪ ના રાત્રે કલાકાર ઘનશ્યામભાઈ ઝુલાએ માતાજી નાં ગુણગાન, ભજનો, રાસ ગરબા નો રસલહાણ પીરસી હતી.
