મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલ બ્લીસ કલે ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીના જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની જાલમ જયરામ ભિલાલા ઉ.39 નામના યુવાનની માનસિક સ્થિતિ સારી ન હોય ગત તા.27ના રોજ પોતાની જાતે ગળા ઉપર ચપ્પુ ફેરવી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.