Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેએ અંગદાનનો સંકલ્પ કર્યો

મોરબી યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેએ અંગદાનનો સંકલ્પ કર્યો

“યુવાનીમાં રક્તદાન-મૃત્યુ બાદ દેહદાન” સૂત્રને ચરિતાર્થ કરતા યુવા ભાજપ આગેવાન

હળવદ : “હમ ના રહેંગે તુમ ના રહેંગે રહેગી બસ નિશાનિયા કીસી કી આંખ બનકર ચમકેંગે તો કિસી કે દિલ બનકર ધડકેંગે” સમગ્ર ભારતભરમા જ્યારે ઘણા બધા લોકો કિડની,હૃદય, લીવર,સ્વાદુપિંડ, ફેફસાં,આંખો સહિતના અંગોની કાર્યદક્ષતા ગુમાવવાથી પોતે અને તેનો પરિવાર પારાવાર મુશ્કેલીઓ ભોગવતો હોય છે.કારણકે ભારતમા અંગદાન કે દેહદારનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં છે.ત્યારે હળવદના રહેવાસી સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખની પ્રેરણાથી અંગદાન અંગે પ્રતિજ્ઞા લઈ પોતાના અંગોનું દાન કરવા અને અન્ય લોકોને પણ અંગદાન માટે સંકલ્પ લેવા અનુરોધ કર્યો છે.

તપનભાઇએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે દેહદાન અને અંગદાન આ બે પ્રકારે આપણે દાન કરી શકીએ છીએ. દેહદાનનો સંકલ્પ કર્યો હોય તે વ્યક્તિનું કુદરતી રીતે મૃત્યુ થાય એટલે તેને નક્કી કરેલી મેડિકલ કોલેજમાં દેહદાન કરવાનું રહે છે.જેનાથી મેડિકલના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દેહદાન કરનારનું શરીર અભ્યાસ માટે ઉપયોગી બને છે અને આંખોનું દાન થઈ શકે છે.કોઈ વ્યક્તિને બ્રેઈન સ્ટોક અથવા હેમરેજ થાય ત્યારે તેને આઇ.સી.યું માં દાખલ કર્યા હોઈ અને તે વ્યક્તિને બચાવવા માટેના પ્રયત્નો સફળ ન થાય ત્યારે ડોક્ટર્સ દ્વારા એપેનીયા ટેસ્ટ કરવામાં આવે છે.એ ટેસ્ટ જો પોઝિટિવ આવે તો એ નક્કી થાય છે.કે આ વ્યક્તિ બ્રેન ડેડ છે‌.અને કોઈ પણ સારવાર કારગત ન નીવડે તેવા સંજોગોમાં પરિવારજનોની સંમતિથી વિવિધ અંગોનું દાન કરવામાં આવે છે.અને આ અંગો જે વ્યક્તિને જરૂર છે.તે વ્યક્તિમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે.એક વ્યક્તિનાં અંગદાનથી અન્ય ૫ થી ૬ વ્યક્તિના જીવનમાં અજવાળા પથરાય છે. અંગદાન એક એવું દાન છે કે તમે જેને ઓળખતા પણ નથી પરંતુ તે વ્યક્તિ પોતાના અંગો ડેમેજ થવાથી પીડાય રહ્યા હોય તે અંગો પ્રત્યારોપણ માટે જે તે વ્યક્તિને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત સંસ્થા દ્વારા નક્કી કરેલ પ્રાયોરીટી પ્રમાણે કોઈ જ પ્રકારની લાગવગ વિના ઉપલબ્ધ થતા હોય છે.જે વ્યક્તિને અંગનું દાન મળે છે.તે વ્યક્તિ અને તેના પરિવારજનોના જીવનમાં અંધકાર દૂર થઈ અને અજવાળા થાય છે.ત્યારે અત્રે એ પણ સમજવાનું છે કે અંગદાન કરનાર વ્યક્તિનું અંગદાન થઈ ગયા પછી વ્યક્તિ નાસ્વર દેહની અંતિમ વિધિ પોતાની ધાર્મિક પરંપરા મુજબ કરી શકાય છે.અત્રે મહત્વની બાબત એ છે કે કોઈ વ્યક્તિ આકસ્મિક કારણોસર બ્રેઈન ડેડ જાહેર થાય ત્યારે જ અંગદાન કરી શકે છે.માટે ભારત દેશના દરેક નાગરિકે અંગદાન અંગે સંકલ્પ લેવો જોઈએ જેથી કોઈના જીવનમાં અજવાળા લાવવામાં નિમિત્ત બની શકીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનીમાં રક્તદાન અને મૃત્યુ બાદ અંગદાન” સૂત્ર ચરિતાર્થ કરતા તપન દવે કે જેઓ અત્યાર સુધીમાં ૩૮ વખત રક્તદાન કરી ચૂક્યા છે.અને મૃત્યુબાદ અંગદાનનો સંકલ્પ લઈને અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments