કચ્છ નાં કુળદેવી માં આશાપુરા માતાનામઢ નાં દર્શને પદયાત્રીઓ ની સંખ્યામાં દિનો દિન વધતાં જાય છે. આજે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ આયોજીત કેમ્પમાં મેડિકલ – મિલેટ્સ – એનર્જી ડ્રિંક્સ સેલ્ફી પોઈન્ટ અને મોબાઈલ ચાર્જિંગ સેવાના લાભ પદયાત્રી, વાહન ચાલક યાત્રીઓ એ લીધો હતો.

માજી શિક્ષણમંત્રી અને માતાજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી એ સેવા કેમ્પ ની મુલાકાતે પધારી શ્રી વિનોદભાઇ ની સેવા ભાવના તથા શ્રી સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ અને પદયાત્રીઓની સેવાનો લાભ મેળવતાં સર્વે સ્વયંસેવકો, લોકસભા પરિવાર નાં સદસ્યો ની સેવાને બિરદાવી હતી. ૩૦/૯ સોમવારે લોકગાયક શ્રી ઘનશ્યામભાઈ ઝુલા કેમ્પમાં રાત્રે મોડે સુધી રાસ – ગરબા ની રમઝટ બોલાવી હતી. ભુજ નગરપાલિકા અધ્યક્ષ શ્રીમતી રશ્મિબેન સોલંકી કેમ્પની મુલાકાત લીધી હતી. અને રાસ – ગરબા માં સહભાગી થયા હતા. હજુ પણ બે – ત્રણ દિવસ પદયાત્રી નો પ્રવાહ ચાલુ રહેશે.

નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ માં સર્વશ્રી મનીષભાઈ બારોટ, વિરમભાઈ આહીર, જયભાઇ ચાવડા, મોહનભાઇ ચાવડા, યોગેશ ત્રિવેદી, મયુરસિંહ જાડેજા, હિતેશ ભારથી, પ્રકાશભાઈ મહેશ્વરી, રવિભાઈ ત્રવાડી, રવિભાઈ ગરવા, બટુકસિંહ (મઊ), કાંતીગીરી ગોસ્વામિ, નરેશભાઇ મહેશ્વરી, કિશોર મહેશ્વરી, કૌશિક બગડા, વિશાલ ઠક્કર, મનીષાબેન સોલંકી, ધવલભાઈ સોલંકી સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ, લોકસભા પરિવાર ઉપસ્થિત રહી પદયાત્રીઓની સેવાનો લાભ લીધો હતો.