Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiસુરક્ષિત ભવિષ્ય માટે કુદરતી ખેતીના મહત્વને ચરિતાર્થ કરતી કૃતિ હળવદ તાલુકા કક્ષાએ...

સુરક્ષિત ભવિષ્ય માટે કુદરતી ખેતીના મહત્વને ચરિતાર્થ કરતી કૃતિ હળવદ તાલુકા કક્ષાએ વિજ્ઞાન મેળામાં પ્રથમ

મેરૂપર પે સેન્ટર  શાળા દ્વારા ફ્યુચર ફામિઁગ ફ્રોમ સી વોટર કૃતિ  તૈયાર કરાઈ; જિલ્લા કક્ષાએ રજૂ કરાશે

ટકાઉ વિકાસની સાથે ટકાઉ ભવિષ્ય માટે કુદરતનું સંવર્ધન કરીને જ દરેક પ્રવૃત્તિ કરવી હાલની સ્થિતિએ અત્યંત જરૂરી છે એ પછી ખેતી જ કેમ ન હોય. ત્યારે સુરક્ષિત ભવિષ્ય માટે કુદરતી ખેતી નું મહત્વ સમજાવતી મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના મેરુપર ગામની મેરુપર પે સેન્ટર શાળા ના બાળકો ની કૃતિ હળવદ તાલુકા કક્ષાએ યોજાયેલ વિજ્ઞાન મેળામાં પ્રથમ પ્રસંદગી પામી છે.

હાલ વિકાસની પરિભાષામાં ટકાઉ વિકાસની સંકલ્પના સમગ્ર વિશ્વ સ્વીકારી છે. ત્યારે ટકાઉ વિકાસની સાથે ટકાઉ ભવિષ્ય માટે પણ વિશ્વની સાથે ભારતમાં પણ અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજની પરિસ્થિતિ જોતા ભવિષ્ય ઉપર સંકટ ટોળાઈ રહ્યું છે ત્યારે કુદરતી ખેતી સુંદર અને સુરક્ષિત ભવિષ્ય માટેનું એક શ્રેષ્ઠ પગલું સાબિત થઈ શકે છે. કુદરતી એટલે કે પ્રાકૃતિક ખેતી માટે હાલ સરકાર દ્વારા પણ વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં વિજ્ઞાન મેળા એટલે કે વૈજ્ઞાનિકે પ્રદૂષણ માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર એવા વિષય સાથે બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જિલ્લ‍ા શિક્ષણ તાલીમ ભવન, મોરબી  અને જિલ્લા  શિક્ષણ સમિતિ મોરબી પ્રેરિત તથા બી.આર.સી હળવદ દ્વારા  હળવદ તાલુકા કક્ષાએ યોજાયેલ વિજ્ઞાન મેળામાં મેરુપર પે સેન્ટર શાળાના બાળકો દ્વારા દરિયાઈ પાણીનો ઉપયોગ કરીને ખેતી શક્ય કેવી રીતે બને તે વિચારને ફલિત કરતી ફ્યુચર ફાર્મિંગ ફ્રોમ સી વોટર કૃતિ નું નિર્માણ કરી રજૂ કરવામાં આવી હતી.

હાલના સમયમાં સિંચાઈના અતિરેકના કારણે ભૂગર્ભ જળ દિવસે ને દિવસે ઊંડું જતું જાય છે જેના કારણે દરિયાનું પાણી જમીન સ્તરની અંદર આગળ વધી રહ્યું છે જેથી જમીનની અંદર પાણીમાં ક્ષાર અને ખારા પાણીની સમસ્યા સર્જાવા લાગે છે. ઉપરાંત જમીનની ફળદ્રુપતા પંબદિવસે દિવસે ઘટવા લાવી છે, ત્યારે આવનાર  સમયની સમસ્યાને નિવારી શકે તેવી દરિયાઇ પાણીથી ખેતી કરવાનો વિકલ્પ શોધતી અને ખારાશવાળી બંજર જમીનમા પણ ખેતીનો વિકલ્પ આપતી કૃતિ શાળાના બાળકો શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી હતી. આ કૃતિ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લા કક્ષાના પ્રદર્શન સ્થાન પામી છે.શિક્ષકશ્રી અલ્પેશકુમાર મારવણિયાન‍ા માર્ગદર્શન હેઠળ કૃતિ રજુ કરનાર  બાળ વૈજ્ઞાનિક  સુખદેવ મારૂ અને મેન્સ છનારિયાને  શાળાન‍ા આચાર્યશ્રી અને એસ.એમ.સી દ્વાર‍ા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments