‘જય માતાજી’ ના નામ સાથે લાખો માઈ ભક્તો દૂર દૂર થી પદયાત્રા કરતાં માં આશાપુરા દર્શને માતાના મઢ જ્યારે પગપાળા જતાં હોયને આપણે તેમને પ્રોત્સાહન આપીયે તેમની અતૂટ સાધના માં સહભાગી થઈએ ત્યારે આપણને જે આનંદ ની અનુભૂતિ થાય છે તે ખરેખર અદભૂત હોય છે તેમ જણાવતાં કચ્છનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે લાખો પદયાત્રીઓ માટે સેંકડો સેવા કેમ્પો જોઈ, તેમની સેવા ભક્તિ જોઈ સેવા ભાવનાને નજર સમક્ષ રાખી સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ ના સહયોગે બે વર્ષથી સેવા કેમ્પ નું આયોજન હ્યુન્ડાઇ શો રૂમ પાસે મિરઝાપર રોડ ઉપર કરવામાં આવે છે હાલે ‘નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ’ સેવા ની સરવાણી ફેલાવે છે. મિલેટ્સ (બાફેલું કઠોડ), એનર્જી ડ્રિંક, ૨૪ કલાક મેડિકલ સેવા, દરરોજ સંગીતમય આરતી, સેલ્ફી પોઈન્ટ અને લોકનાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં કચ્છ પ્રવાસ ની ઝલક, મોબાઈલ ચાર્જિંગ, ન્હાવા અને સુવા માટેની વ્યવસ્થા સાથે છેલ્લા પાંચ દિવસ માં ૭૦ હજાર થી વધુ પદયાત્રીઓ એ લોકોએ કેમ્પ સેવાનો લાભ લીધો હતો. જ્યારે પગપાળા જતાં યાત્રી અને વાહન ધારકો એ મિલેટ્સ અને એનર્જી ડ્રિંક નો લાભ લીધો હતો તેમ સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું. મોટા ભાગના પદયાત્રીઓ નખત્રાણા તરફ આગળ નીકળી ગયા છે. પરંતુ નવરાત્રિ દરમ્યાન વાહન ધારકો આગળ જશે. શાંતિ પૂર્ણ પદયાત્રીઓનો પ્રવાહ પૂર્ણતા ને આરે છે.






નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ માં સર્વશ્રી અનિરુધ્ધભાઈ દવે, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, નવિનભાઈ વ્યાસ, જયંતભાઈ માધાપરિયા, મનીષભાઈ બારોટ, વિરમભાઈ આહીર, સાત્વિકદાન ગઢવી, ચંદનસિંહ રાઠોડ, જયભાઇ ચાવડા, મોહનભાઇ ચાવડા, મુકેશભાઈ ચાવડા, દિનેશભાઈ ઠક્કર, જયંતભાઈ ઠક્કર, ભીમજીભાઈ જોધાણી, યોગેશ ત્રિવેદી, મયુરસિંહ જાડેજા, હિતેશ ભારથી, પ્રકાશભાઈ મહેશ્વરી, રવિભાઈ ત્રવાડી, રવિભાઈ ગરવા, બટુકસિંહ જાડેજા,નિલેષ દાફડા, અરવિંદ લેઉવા, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ, લોકસભા પરિવાર ઉપસ્થિત રહી પદયાત્રીઓની સેવાનો લાભ લીધો હતો.