
મોરબી : સત્ય અહિંસા, પ્રેમ, કરુણા જેવા શસ્ત્રોથી દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજીના આજે જન્મદિવસે પૂજ્ય બાપુને દેશભરમાંથી પુષ્પાજંલી આપવામાં આવી રહી છે અને મોરબી કોંગ્રેસ દ્વાએ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક કોંગીજનોએ મોરબીના ત્રિકોણબાંગ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ફુલહાર કરી પૂ. બાપુના વિચારોને આત્મસાત કરવાનો સંકલ્પ લીધો હતો.
