યુવાનોમાં ડોઢીયા, ફેન્સી, ટીટોડો, ફ્રી સ્ટાઇલ સ્ટેપ્સ હોટ ફેવરિટ
યુવાનો ત્રણ મહિનાથી ડાડીયા કલાસીસમાં જુના અને નવા ગરબાના સ્ટેપ્સ શીખી રહ્યા છે



મોરબી : મોરબીમાં ગણપતિ મહોત્સવ પૂરો થતાં જ જગત જનની માં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ આવતીકાલથી શરૂ થવાનો હોય ત્યારે નવરાત્રીની દરેક રઢિયાળી રાત્રીએ ટટ્રેડિશનલ એટલે પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને રાસ ગરબે ઘુમવા યુવા હૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળે છે.જો કે યુવક અને યુવતીઓ ત્રણ મહિનાથી રાસ ગરબાના જુના અને નવા સ્ટેપ્સ શીખીને આખરી ઓપ આપી દીધો છે.
યુવક યુવતીઓ અને તરુણી તેમજ તરુંણોએ જણાવ્યું હતું કે, નવરાત્રીની ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે. આ વખતે તમામ યુવાનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં અવનવી વેરાયટીઓ જોવા મળી છે. ખાસ યુવતીઓએ અને તરુણ વયની છોકરીઓ ગ્રુપ ચોલી, કેડિયા, ઝબ્બાની ખરીદી કરી લીધી છે. જ્યારે ડાડીયા કલાસીસ ત્રણ મહિનાથી ચાલે છે અને અનેક યુવક યુવતીઓ અને બાળકોએ અલગ અલગ બેન્ચમાં રાસ ગરબાની તાલીમ મેળવી લીધી છે. ત્રણ મહિનામાં રોજ એ કે બે કલાક પ્રેકટીસ કરતા હોવાથી અને ખાસ તો રાસ ગરબે રમવું એ ગુજરાતની આગવી ઓળખ હોવાથી આ બધા યુવાનો હવે રાસ ગરબે રમતા થઈ ગયા છે રાસ ગરબે રમવું સૌને ગમતું હોવાથી જુદા જુદા સ્ટેપ્સ યુવાનોએ શીખીને હવે નવરાત્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ ડોઢીયા, રંગીલા સહિતના સ્ટેપ્સ યુવાનોમાં હોટ ફેવરિટ છે. યુવક યુવતીઓ રાસ ગરબાના અલગ અલગ સ્ટેપ્સ શીખી લીધા છે. એમાંથી ડોઢીયા સ્ટેપ્સની સૌથી વધુ ડિમાન્ડ છે. જો કે ડાડિયા રાસ માત્ર યુવાનો જ નહીં પણ બાળકો ઉપરાંત ફેમેલી અને કપલે પણ શીખીને હવે નવરાત્રી મહોત્સવમાં નવે નવ દિવસ રાસ ગરબે ઘુમવા આતુર છે.
