ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી કાર્યકારી પ્રમુખ રાજુભાઈ આહીરની ઉપસ્થિતમાં ગત તારીખ 2 ઓક્ટોબરના રોજ ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી સમિતિમાં હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી


જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ દ્વારા ટંકારા તાલુકાના કોંગ્રેસ ઓબીસી પ્રમુખ તરીકે જયંતીભાઈ જી ધોળકિયાની વરણી કરવામાં આવી હતી. તેમજ ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી સમિતિના અલગ અલગ ગામના તમામ હોદ્દેદારો જેમકે ઉપપ્રમુખો મહામંત્રીઓ મંત્રીઓ સહમંત્રીઓની વરણી કરવામાં આવી હતી.

આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી કાર્યકારી પ્રમુખ રાજુભાઈ આહિરે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ઓબીસી સમાજને થતા અન્યાયો તેમજ રાજકીય હિસ્સેદારીમાં પોતાનું સંગઠન મજબૂત બનાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હાથ મજબૂત બનાવવા તમામ રણનીતિઓમાં સામેલ રહીને ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા વિધાનસભા લોકસભા જેવી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષનો વિજય અપાવવા સંકલ્પ કરવામાં આવ્યો હતો.
